વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલના રીજનલ અધિકારીઓને આદેશ આપ્યા છે કે, તાત્કાલીક અસરથી ચીની એપને પોતાના પ્લેટફોર્મ પર બંધ કરી દે. તેમાં TikTok, VMate, Vigo Video, LiveMe, Bigo Live, Beauty Plus, CamScanner, Club Factory, Shein, Romwe, અને AppLock જેવી એપ્સના નામ સામેલ છે.
આ એપ્સના યાદીમાં ગેમિંગ એપ જેમ કે Mobile Legends, Clash of Kings, અને Gale of Sultansનું નામ પણ સામેલ છે. છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલ આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સ દ્વારા યૂઝર્સની વ્યક્તિગત ડેટા લીક થઈ રહ્યા છે અને તેનાથી દેશ પર જોખમ થઈ શકે છે.
આ મસેજેને ફગાવી દેતા પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, આ મેસેજ પૂરી રીતે ફેક છે. સરકારના કોઈપણ વિભાગે આવા કોઈ આદેશ બહાર પાડ્યા નથી.