દેશમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે. વધતા જતાં સંક્રમણના પગલે મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા અમિત શાહને મેદાને ઉતાર્યાં છે. વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવા સરકારે કવાયત હાથ ધરી છે.
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પંજાબ અને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે. તો દેશના ત્રણ રાજ્યોમાં કેરળ, તેંલગાણા,મહાષ્ટ્રમાં નવા કોરોનાના સ્ટ્રેનના કેસ પણ નોંધાયા છે. આ સ્થિતિમાં કોરોના બેકાબૂ બને તે પહેલા જ કેન્દ્ર સરકારે વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
વેક્સિનેશનની પ્રક્રિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 42 ટકા ફ્રન્ટ લાઇન વર્કસને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. 2 ફેબ્રુઆરી સુધીમાં દેશના 60 ટકા હેલ્થ વર્કરને કોરોનાનો ડોઝ આપી દેવાયો છે. દેશમાં 63 ટકા હેલ્થ વર્કરને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. 12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશના 13.2 કરોડ હેલ્થ વર્કરને વેક્સિન આપી દેવાયું છે.
ફરી કોરોનાના કેસ વઘતા કેન્દ્ર સરકારે સ્થિતિ વકરે તે પહેલા વેક્સિનેશનની પ્રક્રયા ઝડપી બનાવવાનું નક્કી કર્યું છે. વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મોદી સરકારે અમિત શાહને મેદાને ઉતાર્યો છે. નોંધનિય છે કે, વેક્સિનેશનની પ્રક્રિયા જાણવા માટે અમિત શાહે સમીક્ષા બેઠક બોલાવી હતી.
દેશમાં કોરોના ફરી વકરતાં મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? અમિત શાહને ઉતારાયા મેદાનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 10:09 AM (IST)
મોદીએ કોરોનાને નાથવા માટે વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહે સોમવારે વેક્સિનેશનની કામગીરી સાથં સંકળાયેલા ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અત્યાર સુદી કરાયેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી અને હવે પછી શું કરવું તે અંગેની વ્યૂહરચના ઘડાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -