કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યુ હતું. આ શબ્દ સાથે હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયા પર હરજસ સેઠી નામની યુવતી ઇન્સ્ટાગ્રામ પર કંઇક મજાકિયા અંદાજમાં વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં હરજસ કહે છે કે, ‘મારો આત્મા કાંપી રહ્યો છે. અહીં ઘરેથી કામ કરીને બધા જ લોકો ખુશ છે. હું કંપનીને પુછુ છું કે, આપનો રેવન્યુ વધી રહ્યો છે, અમારો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી રહ્યો છે. બધા લોકો આરામથી કામ કરી રહ્યાં છે. મેં તો મારૂં જિન્સ વગેરે પેક કરીને મૂકી દીધું છે. ઓફિસ આવવું હવે શક્ય નહીં લાગતું’
વીડિયોના અંતમાં સેઠી કહે છે કે, ‘જો કંપનીના માલિક જોઇ રહ્યાં હોય તો ફાયર ન કરશો, આજકાલ નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે, આ વીડિયો માત્ર ઇન્ટરટેઇનમેન્ટ માટે બનાવાયો છે’
આ વીડિયો 67 હજાર લોકો જોઇ ચૂક્યાં છે તો 3000થી વધુ તેને લાઇકસ પણ મળી ચૂકી છે.
નોંધનિય છે કે, કેટલાક લોકો વર્કફ્રોમ કરીને કંટાળી ગયા છે, ઓફિસ જવા ઇચ્છે છે. જ્યારે કેટલાક લોકોને વર્ક ફ્રોમ હોમ ફાવી ગયું છે. તેઓ વક્ર ફ્રોમ હોમને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.