Indian Army Agniveer Update: અગ્નિવીર યોજના હેઠળ સેનામાં જોડાયેલા અને કાયમી થવાનું સપનું જોતા લાખો યુવાનો માટે ભારતીય સેનાએ એક નવો અને અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અગ્નિવીર તેની કાયમી નિમણૂક (Permanent Enrollment) પહેલાં લગ્ન કરશે, તો તેને પસંદગી પ્રક્રિયા માટે ગેરલાયક (Disqualified) ઠેરવવામાં આવશે.
આ નિયમ સીધો સૈનિકોના અંગત જીવન સાથે જોડાયેલો હોવાથી દરેક અગ્નિવીરે આ ગાઈડલાઈન જાણવી જરૂરી છે.
પરમેનન્ટ થતા પહેલા લગ્ન પર પ્રતિબંધ
અગ્નિવીરોમાં સૌથી મોટો સવાલ એ હતો કે તેઓ લગ્ન ક્યારે કરી શકે? સેનાની નવી ગાઈડલાઈન મુજબ:
-
જે અગ્નિવીરો 4 વર્ષની સેવા પછી સેનામાં કાયમી સૈનિક બનવા માંગે છે, તેઓ જ્યાં સુધી ફાઈનલ પરમેનન્ટ એપોઈન્ટમેન્ટ ન મળે ત્યાં સુધી લગ્ન કરી શકશે નહીં.
-
જો કોઈ ઉમેદવાર પ્રોસેસ દરમિયાન અથવા કાયમી સૈનિક બનતા પહેલા લગ્ન કરી લે છે, તો તે ઓટોમેટિકલી ગેરલાયક ઠરશે.
-
આવા ઉમેદવાર કાયમી સૈનિક બનવા માટે અરજી પણ કરી શકશે નહીં.
લગ્ન ક્યારે કરી શકાશે? સેનાનું ગણિત સમજો
સેનાએ લગ્નની મંજૂરી માટેનો સમયગાળો પણ સ્પષ્ટ કર્યો છે.
-
4 વર્ષની સેવા: પહેલા 4 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનો રહેશે.
-
પ્રોસેસિંગ ટાઈમ: સેવા પૂર્ણ થયા બાદ, જે 25% અગ્નિવીરોને કાયમી કરવાના છે, તેમની પસંદગી પ્રક્રિયા ચાલશે. આમાં આશરે 4 થી 6 મહિના નો સમય લાગી શકે છે.
-
નિર્ણય: જ્યાં સુધી સેનાનું ફાઈનલ લિસ્ટ અને નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી, એટલે કે સેવા પૂરી થયાના 6 મહિના સુધી પણ લગ્નથી દૂર રહેવું પડશે.
-
છૂટછાટ: એકવાર તમે કાયમી સૈનિક તરીકે નિયુક્ત થઈ જાઓ, પછી તમને લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળશે.
2022 ની બેચ નિવૃત્તિના આરે
આ નિયમ અત્યારે એટલા માટે મહત્વનો છે કારણ કે અગ્નિવીર યોજના 2022 માં શરૂ થઈ હતી.
-
પહેલી બેચની 4 વર્ષની સેવા જૂન-જુલાઈ 2026 માં પૂર્ણ થવા જઈ રહી છે.
-
અંદાજે 20,000 અગ્નિવીરો આ બેચમાં છે.
-
આમાંથી માત્ર 25% (લગભગ 5,000) સૈનિકોને જ કાયમી કરવામાં આવશે. બાકીના 75% નિવૃત્ત થશે.
જે 25% યુવાનો કાયમી થવા માંગે છે, તેમણે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની સાથે સાથે હવે આ 'લગ્ન પ્રતિબંધ'ના નિયમનું પણ પાલન કરવું પડશે.
જો નિયમ તોડ્યો તો શું થશે?
રિપોર્ટ્સ મુજબ, સેનાએ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ અગ્નિવીર 'વેિટિંગ પીરિયડ' (Waiting Period) દરમિયાન લગ્ન કરશે તો:
-
તે ભલે ગમે તેટલો હોશિયાર કે ફિટ હોય, તેને કાયમી કરવામાં આવશે નહીં.
-
તેની ઉમેદવારી રદ કરવામાં આવશે.
-
તેથી, અગ્નિવીરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ખભા પર કાયમી સૈનિકનો બેજ ન લાગે, ત્યાં સુધી શરણાઈના સૂરથી દૂર રહેવું.