પત્રમાં મેયરે કહ્યું કે, જો તાત્કાલિક પગલા નહીં ભરવામાં આવે તો આગરા દેશનુ વુહાન શહેર બની શકે છે.
મેયર નવીન જૈને શહેરમાં કોરોનની સ્થિતિ અને જિલ્લા તંત્રની લચર કાર્યવાહીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી દિનેશ વર્માને પત્ર લખીને અવગત કરાવ્યા છે. જૈને શહેરમાં કોરોના વાયરસના કેસોને વધવાનો દાવો કર્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ પત્રમાં તેમને લખ્યું- હું બહુજ દુઃખી મનથી તમને પત્ર લખી રહ્યો છું, મારુ આગરા વધારે પડતા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આગરાને બચાવવા માટે મોટા નિર્ણય લેવાની આવશ્યકતા છે. સ્થિતિ અત્યાધિક ગંભીર બની ચૂકી છે. એટલા માટે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છું કે મારા આગરાને બચાવી લો.
મેયરે આ પત્ર 21 એપ્રિલે લખ્યો હતો, જે 25 એપ્રિલની રાત્રે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
પત્રમાં મેયરે આગળ લખ્યું- આગરા, દેશનુ વુહાન બની શકે છે. સ્થાનિક તંત્ર નાકામ સાબિત થયું છે. હૉટસ્પૉટ એરિયામાં બનાવવામાં આવેલા ક્વૉરન્ટાઇ સેન્ટર્સમાં ઉચિત પ્રબંધ નથી થઇ રહ્યો, સ્થિતિ વિસ્ફોટક છે. આ પત્રમાં આગરા મેયરે સીધી યુપી સીએમ યોગી આદિત્યનાથને શહેરને બચાવવાની વાત કરી છે.