કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, "કોરોના વાયરસ સામે લડવા મોટી સંખ્યામાં રેન્ડમ ટેસ્ટ થવા જોઈએ તેમ વિશેષજ્ઞોનું માનવું છે. ભારતમાં એક મુશ્કેલી છે, જે ટેસ્ટની ગતિને વર્તમાન સમયમાં 40,000 પ્રતિ દિવસથી વધારીને એક લાખ પ્રતિ દિવસ કરવાથી રોકી રહી છે. ટેસ્ટ કિટ પહેલાથી જ સ્ટોકમાં છે. પ્રધાનમંત્રીએ આ મુશ્કેલી દૂર કરવા માટે ઝડપથી કામ કરવાની જરૂર છે."
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 26,496 થઈ છે. જ્યારે 824 લોકોના મોત થયા છે અને 5804 લોકો સાજા થઈ ગયા છે.