નવી દિલ્હીઃ આગ્રા પોલીસે મોટા સેક્ટ રેકેટનો પર્દાફાશ કર્યા છે. પોલીસનો દાવો છે કે આ રેકેટ બીજેપી નેતાના ફાર્મહાઉસમાં ચાલતું હતું. આરોપી બીજેપી નેતા પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચુક્યા છે.


બીજેપી નેતાએ આ મામલે કોઈપણ પ્રકારની ભાગીદારીથી ઈન્કાર કર્યો છે. આ દરમિયાન સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી છો. બીજેપી નેતાએ આ ફાર્મહાઉસ લીઝ પર આપ્યું હોવાનો દાવો કર્યો છે. જે વ્યક્તિને ફાર્મહાઉસ લીઝ પર આપવામાં આવી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આગ્રાના એસએસપી બબલુ કુમારે ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, શહેરમાં ચાલી રહેલા સેક્સ રેકેટના પર્દાફાશ માટે સિટી પોલીસે ઓપરેશન ચલાવ્યું છે. આ સંદર્ભે ફાર્મ હાઉસમાં છાપો માર્યો હતો. એસએસપીએ કહ્યું, છોકરીઓને પહેલા આ ફાર્મહાઉસમાં રાખવામાં આવતી હતી બાદમાં શહેરની અલગ અલગ હોટલોમાં મોકલવામાં આવતી હતી.

પોલીસે આ મામલામાં અનેક હાઇપ્રોફાઇલ લોકોની ભાગીદારી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ મામલે 9 લોકોની પૂછપરછ કરી રહી છે, જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. પોલીસે આરોપીઓ સામે એફઆઈઆર નોંધાવી છે.

આ મામલે જે બીજેપી નેતાનું નામ આવ્યું છે તેમે ઈન્ડિયા ટુડેને જણાવ્યું, પોલીસ મને જાણી જોઈને ફસાવી રહી છે. મેં આ ફાર્મહાઉસ સચિન, વિષ્ણુ અને વિશાલ ગોયલ નામના વ્યક્તિને લીઝ પર આપ્યું હતું. આ મામલે હું સ્પષ્ટ તપાસની માંગ કરુ છું.