Corona Protocol: એકબાજુ જ્યાં કોરોનાનુ સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે, તો બીજીબાજુ લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા દેખાઇ રહ્યાં છે. ગઇ રાત્રે જાણીતી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના (Sapna Chaudhary) ડાન્સના કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. આ કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમોને (Corona Protocol) લોકોએ નેવે મુકી દીધા હોય તેમ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતુ. 


ખરેખરમાં, જાણીતી ડાન્સર સપના ચૌધરી કાલે આગરામાં હતી, અહીં તેને એક પ્રૉગ્રામમાં પરફોર્મન્સ આપવાનુ હતુ, આ દરમિયાન સપનાના કાર્યક્રમને જોવા સેંકડો લોકોની ભીડ એકઠી થઇ ગઇ, અને ખુલ્લેઆમ સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. કાર્યક્રમમાં ભીડ એટલી વધી ગઇ કે અહીં કોરોનાની ગાઇડલાઇનનુ પાલન જ ના થયુ. વળી બીજીબાજુ સપના ચૌધરીનો આ ડાન્સ પ્રોગ્રામ આખી રાત ચાલુ રહ્યો. 


રિપોર્ટનુ માનીએ તો કાર્યક્રમમાં કેટલાય લોકો માસ્ક વગર પણ ફરતા દેખાઇ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે જાણીતી ડાન્સર સપના ચૌધરી ટીવી શૉ બિગ બૉસમાં પણ ભાગ લઇ ચૂકી છે, અને અવારનવાર તે ડાન્સ અને વીડિયોને લઇને પણ ચર્ચામાં રહે છે. તેના ડાન્સને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે, અને આ જ કારણોસર સપના ચૌધરીને જોવા સેંકડો લોકો ભેગા થઇ ગયા હતા. આ દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનની પરવા કર્યા વિના સેંકડો લોકો ત્યાં પહોંચી ગયા હતા.


આ પણ વાંચો.......


COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ


જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ