લખનઉઃ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની ચૂંટણી 2022માં મૈનપુરીની કરહલ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અખિલેશ આઝમગઢના ગુન્નૌરથી ચૂંટણી મેદાનમાં આવી શકે છે. 


નોંધનીય છે કે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પણ આ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. તે સિવાય મુલાયમ સિંહ યાદવે કરહલની જૈન ઇન્ટર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે અને અહી શિક્ષક પણ રહ્યા છે. કરહલ મુલાયમ સિંહ યાદવના ગામ સૈફઇથી ફક્ત ચાર કિલોમીટર દૂર છે.


કરહલ  વિધાનસભા બેઠક પરથી 2017ની ચૂંટણીમાં સપાએ સોવરન સિંહ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સપાની  ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા સોવર સિંહ યાદવે ભાજપના રમા શાક્યને 40 હજારથી હાર આપી હતી.


કરહલ વિધાનસભા બેઠક પર સમાજવાદી પાર્ટીએ સાત વખત જીત મેળવી છે. આ વિધાનસભા બેઠક પરથી 1985માં દલિત મજૂર કિસાન પાર્ટીના બાબૂરામ યાદવ, 1989 અને 1991માં સમાજવાદી જનતા પાર્ટી અને 1993.1996માં સપાની ટિકિટ પર બાબૂરામ યાદવ ધારાસભ્ય બન્યા હતા. 2000ની પેટાચૂંટણીમાં સપાના અનિલ યાદવ, 2002માં ભાજપ અને 2007,2012 અને 2017માં સપાની ટિકિટ પર સોવરન સિંહ યાદવ ધારાસભ્ય બન્યા હતા.



બીજી તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી હતી કે તે ગોરખપુર બેઠક પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચૂંટણી લડશે. આ અગાઉ ભીમ આર્મીના વડા 18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની 33 બેઠકો પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી.


 


Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો


Instagram Paid Subscriptions: Instagram પરથી થશે મોટી કમાણી, લોન્ચ થયું નવું ફિચર, જાણો કેવી રીતે કરે છે કામ?


ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?


Amazon Republic Sale: Wi-Fi અને Alexaથી ચાલે છે આ સ્માર્ટ Geyser, કોઇ ખામી આવતા જ ઓટો ઓફ અને નૉટિફિકેશન પણ મોકલે છે