નવી દિલ્લી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોના એક વૈજ્ઞાનિક તપન મિશ્રાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, 2017માં તેમને ઝેર આપીને મારવાની કોશિશ કરાઇ હતી.

તપન મિશ્રાએ ફેસબુક પર પોસ્ટ લખીને ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 23 મે 207માં બેંગલોરમાં ઇસરો મુખ્યાલયમાં પ્રમોશન માટે થયેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમને આર્સનિક ટ્રાઇઓફ્સસાઇડ આપીને મારવાનો પ્રયાસ કરાયો હતો.તેમણે જે પોસ્ટમાં આ પ્રકારનો ચૌંકાવનારો દાવો કર્યો છે તેનું નામ ‘લોન્ગ કેપ્ટ સિક્રેટ’ આપ્યું છે. પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2017માં આ ઘટનાની જાણકારી તેમને ગૃહમંત્રાલયના સુરક્ષાકર્મી આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે. મિશ્રાએ જણાવ્યું કે, તેમના દ્વારા ડોક્ટરને આપવામાં આવેલા તાત્કાલિક ઉપચારના કારણે તેમનો જિંદગી બચી ગઇ.તપન મિશ્રાએ પોસ્ટમાં લખ્યું છે કે, તેમના ક્વાર્ટરમાં ઝેરીલા સાપ છોડવામાં આવ્યાં હતા. તેમણે એમ્સના ડોક્ટર કરેલી સારવારના મેડિકલ રિપોર્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.



તપન મિશ્રાએ આ સમગ્ર ઘટના અંગે તપાસની અપીલ કરી છે. ઉલ્લખનિય છે કે, તપન મિશ્રા એક ઇસરોમાં એક વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરે છે અને આ મહિનાના અંતમાં નિવૃત થવાના છે.