નવી દિલ્હીઃ અહેમદ પટેલનુ બુધવારે વહેલી સવાર ગુરુગ્રામની મેદાંતા હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ છે. અહેમદ પટેલનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ. ગાંધી પરિવાર બાદ અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા, અને અનેક વાર પાર્ટીને પડદા પાછળ રહીને મોટી મદદ કરી છે, આ કારણે તેઓ કોંગ્રેસના ચાણક્ય પણ કહેવાતા હતા.

અહેમદ પટેલ કોંગ્રેસમાં અહેમદ ભાઇ કે એપી તરીકે પણ જાણીતા હતા. કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએના 10 વર્ષના સફળ શાસન દરમિયાન તેમની સહયોગી પાર્ટીઓ અને મનમોહન સિંહની સરકારની વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે અહેમદ પટેલે કામ કર્યુ હતુ. કૉર્પોરેટની સાથે સાથે રાજનેતાઓ સાથે તેમની ગજબની પહોંચ હતી. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી સાથે અહેમદ પટેલના સારા સંબંધો ન હતા. પરંતુ વર્ષ 2018માં તેમને ફરીથી કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષમાં લાવવામાં આવ્યા, તેમને ઉદ્યોગો પાસેથી ડૉનેશન લઇને પાર્ટીને મજબૂત કરી હતી.

આમ તો પ્રણવ મુખર્જીને યુપીએનના સંકટમોચક તરીકે બતાવવામાં આવતા હતા પરંતુ પડદા પાછળ અહેમદ પટેલ ચાણક્ય તરીકેને મોટી જવાબદારી નિભાવતા હતા. જોકે, બાદમાં 2જી સ્પેક્ટ્રમના કથિત ગોટાળાના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ.

બાદમાં અહેમદ પટેલનુ વર્ષ 2008માં થયેલા કેશ ફોર નૉટ કૌભાંડમાં પણ ઉછળ્યુ, આ કારણે મનમોહન સરકારને વધુ વેઠવાનુ આવ્યુ, અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી હતી.