નવી દિલ્હીઃ દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી.

અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા લખ્યુ કે અહેમદ પટેલ તેજ દિમાગના નેતા હતા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ શોક વ્યક્ત કર્યો છે.

રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી, હાર્દિક પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અહેમદ પટેલ અમારા જેવા યુવા નેતાઓના માર્ગદર્શક હતા. કૉંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે અહેમદ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે.