દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં આજે સાંજે ‘નિવાર’ નામનું વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં 100થી 110 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 14 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


ત્રણેય રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ શરુ કરી દેવાયું છે. PM મોદીએ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શક્ય એટલી મદદની ખાતરી આપી છે.

સુરક્ષાના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને જોતા વિશાખાપટનમમાં ત્રણ ડોનિયર વિમાન તૈનાત રખાયા છે. દક્ષિણ રેલવેની 12 ટ્રેનો રદ્દ કરી કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તોફાન વચ્ચે પણ સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 30 બોટના માછીમારો લાપતા છે.