પુણેઃ દેશમાં હાલ કોરોના સંક્રમણ (Coronavirus) ભલે કાબુમાં આવ્યું હોય પરંતુ તેમ છતાં ખતરો હજુ ટળ્યો નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં ત્રીજી લહેરને (Corona Third Wave) પહોંચી વળવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્જુયેક્શન એન્ડ રિસર્સ (IISER)એ એક લાખથી વધુ વસ્તી ધરાવતાં 443 શહેરો અને નગરોમાં કોરોનાનો ચેપ ફેલાવાના જોખમી શહેરો અંગે સર્વે કર્યો હતો. જેમાં દિલ્હી ટોચ પર હતું. જ્યારે મુંબઈ બીજા ક્રમે રહ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ થતો હતો. અમદાવાદ આ લિસ્ટમાં સાતમાં ક્રમે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આઈઆઈએસઈઆરના ફિઝિક્સ વિભાગે ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને મોબિલિટી પેટર્નનો ઉપયોગ કરીને મેપ બનાવ્યો હતો. જેમાં લઘુત્તમથી લઈ મહત્તમ લેવલ રાખવામાં આવ્યું હતું. રિસર્ચર્સના કહેવા મુજબ આ શહેરો ટ્રાન્સપોર્ટ હબ હોવાથી બહારથી આવતા લોકોના કારણે ચેપ ફેલાવવાનું જોખમ મહત્તમ છે. એમ.એસ.. સનંતનામે કહ્યું, SARS-CoV-2 અને પહેલા ફેલાયેલા અન્ય ઈન્ફેક્શન આના પુરાવા છે.
ઈન્ફેકશનનો સૌથી વધુ ખતરો ધરાવતાં 10 શહેરો
- દિલ્હી
- મુંબઈ
- કોલકાતા
- બેંગલુરુ
- હૈદરાબાદ
- ચેન્નઈ
- અમદાવાદ
- લખનઉ
- ઝાંસી
- પુણે
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં સતત બીજા દિવસે એક લાખ કરતાં પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 92 હજાર 596 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 2219 લોકોના મોત થયા છે. જ્યારે એક લાખ 62 હજાર 664 લોકો કોરનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસે 72287 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા સોમવારે 86498 કેસ નોંધાયા હતા.
કુલ કોરોના કેસ બે કરોડ 90 લાખ 89 હજાર
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 75 લાખ 4 હજાર 126
કુલ એક્ટિવ કેસ - 12 લાખ 31 હજાર 415
કુલ મોત - 3 લાખ 53 હજાર 528
Cabinet Decisions: મોદી સરકારે ખેડૂતોને શું આપી મોટી ભેટ ? જાણો વિગત
માણસો 100 વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો