ચંદીગઢઃ પંજાબમાં ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુની  પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે.  નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં સુનીલ જાખડનું સ્થાન લેશે. તેની સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે. સંગત સિંહ, કુલજીત નાગરી, પવન ગોયલ અને સુખવિંદર ડૈનીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.


આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નવજોત સિદ્ધુના નામ પર મહોર મારી છે. આગામી સમયમાં સિદ્ધુ સામે અનેક પડકારો હશે, જેનો તે સામનો કેવી રીતે કરશે તેના પર નજર રહેશે.


થોડા દિવસોથી સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળી શકે છે તેવી અટકળો થઈ રહી છે. સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના ફેંસલાથી સીએમ અમરિંદર નારાજ હોવાના અહેવાલ પણ આવ્યા હતા. પરંતુ આખરે સિદ્ધુ મેચ જીતી ગયો છે.






ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ટળી નથી. ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,157 નવા કેસ નોંધાયા હતા અને 518 સંક્રમિતોના મોત થયા હતા. આ પહેલા શનિવારે 38,079 કેસ અને શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 42,004 લોકો કોરોનાથી ઠીક થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં 1364નો ઘટાડો થયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 17 જુલાઈ સુધી દેશભરમાં 40 કરોડ 49 લાખ 31 હજાર કોરના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 51 લાખથી વધારે લોકોને ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 44 કરોડ 39 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19.36 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.