નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં સોમવારથી કોવિડ-19ની સારવાર માટે કોવેક્સીન રસીના માનવ પરીક્ષણ માટે નોંધણી શરૂ થશે. શનિવારે એઇમ્સની એથિક્સ કમિટીએ કોવેક્સીનના માનવ ટ્રાયલને મંજૂરી આપ્યા બાદ આમ કરવામાં આવી રહ્યું છે. કોવેક્સીનના માનવી પર પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણ માટે આઈસીએમઆર દ્વારા દિલ્હી એઇમ્સ સહિત 12 ઈન્સ્ટીટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. આ વેક્સીનની ટ્રાયલ કુલ 375 લોકો પર થશે, જેમાં 100થી વધારે વોલેટિયર્સ પર એઇમ્સમાં ટ્રાયલ થશે.


કેવી રીતે બની શકાશે હિસ્સો
સમાચાર એજન્સી ANI મુજબ, એઇમ્સના પ્રોફેસર ડો. સંજય રાયે કહ્યું, સોમવારથી અમે નોંધણી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. જેમને કોરોના ન થયો હોય તેવા સ્વસ્થ લોકોની અમે પસંદગી કરવા જઈ રહ્યા છીએ. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ ટ્રાયલમાં ભાગ લેવા માંગતા હોય તો ઇમેલ Ctaiims.covid19@gmail.com અથવા 7428847499 નંબર પર કોલ કે એસએમએસ કરી શકે છે. આ માટે ઉંમર 18 થી 55 વર્ષ હોવી જોઈએ.

કોના પર કરાશે પરીક્ષણ
ડો. સંજયે કહ્યું, જે વોલેંટિયર ટ્રાયલમાં સામે થશે તે કોરાના સંક્રમણગ્રસ્ત ન હોય તે જોવામાં આવશે. તેમની કિડની, બ્લડ શુગર અને અન્ય તપાસ કરાશે. જે બાદ તેમની નોંધણી કરાશે. આ લોકો પર નિયમિત દેખરેખ રખાશે. જેટલા લોકો તેમાં વધારે ભાગ લેશે તેટલી ટ્રાયલ જલદી પૂરી થશે.
આઈસીએમઆરે ત્રણ જુલાઈએ એક પત્ર લખીને દિલ્હીની એઇમ્સ સહિત અન્ય 12 સંસ્થાને વેક્સીનનું પરીક્ષણ કરવા મંજૂરી આપી હતી. કેટલીક સંસ્થાએ ટ્રાયલ શરૂ કરી દીધું પરંતુ એઇમ્સમાં આ મામલો એથિક્સ કમિટીમાં ગૂંચવાઈ ગયો હતો. કોઈપણ વેક્સીનના પરીક્ષણ માટે સંસ્થાની એથિક્સ કમિટીની મંજૂરી લેવી પડે છે.

કેટલાક કાગળોમાં મુશ્કેલી હોવાના કારણે સમિતિએ તેની મંજૂરી આપી નહોતી. પરંતુ સિમિતિની બેઠક બાદ પ્રોટોકોલમાં બદલાવને લઈ ચર્ચા થઈ અને તેમ થયા પછી જ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા પટના એઇમ્સ અને હરિયાણાના રોહતક પીજીઆઈએમએસમં પણ વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયું છે.

Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત

અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી