નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેના સસ્તા પ્રી પેડ પ્લાન બંધ કરી દીધા છે. કંપનીએ 49 રૂપિય અને 69 રૂપિયાવાળા બે પ્લાનને બજારમાંથી હટાવી દીધા છે. આ બંને પ્લાન્સ જિયો ફોન યૂઝર્સ માટે હતા.


જિયો ફોનના 49 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળતી હતી અને 2GB ડેટા મળતો હતો. ઉપરાંત જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી. જ્યારે જિયોના 69 રૂપિયાવાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા મળતો હતો.

હવે કયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન
જિયોએ 49 રૂપિયા અને 69 રૂપિયાના પ્લાન બંધ કર્યા બાદ હવે સૌથી સસ્તો પ્લાન 75 રૂપિયાની કિંમતનો છે. જેમાં રોજનો 500એમબી ડેટા મળે છે. કુલ મળીને 28 દિવસ માટે 3GB ડેટા વાપરી શકાય છે. 28 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલ કરવા 500 મિનિટ્સ ફ્રી મળશે. આ પ્લાનમાં 50 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં ગ્રાહકને આ પ્લાનની સાથે જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે.

Airtelનો સૌથી સસ્તો પ્લાન
એરટેલનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. જેમાં કોઈપણ નેટવર્ક પર કોલિંગની સાથે 200 એમબી ડેટા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે.

Vodafoneનો સૌથી સસ્તો પ્લાન
વોડાફોનનો 19 રૂપિયાવાળો પ્લાન માત્ર 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં 200 એમબી ડેટા મળે છે. આ ઉપરાંત તેમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

દેશના આ શહેરમાં દારૂ ખરીદવા લોકોએ લગાવી ભીડ, સોશિયલ ડિસ્ટેંસિંગના ઉડ્યા લીરા, જુઓ તસવીરો

PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ

અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી