Delhi AIIMS Server Attack: દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સાયબર હુમલાની FIR નોંધવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સાયબર હુમલો ચીન તરફથી કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના 100 સર્વરમાંથી, 40 ફિઝિકલ રીતે હેક કરવામાં આવ્યા હતા અને 60 વર્ચ્યુઅલ રીતે હેક કરવામાં આવ્યા હતા. આમાંથી પાંચ સર્વરનો ડેટા હેકર્સ પાસેથી સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ બુધવારે (14 ડિસેમ્બર) આ માહિતી આપી હતી.






25 નવેમ્બરના રોજ દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટ દ્વારા ખંડણી અને સાયબર આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે ટાર્ગેટ રેન્સમવેર હુમલાની તપાસ કરી રહી છે. NIAની સાથે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને દિલ્હી સાઈબર ક્રાઈમ સેલ, ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન, ઈન્ટેલિજન્સ બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) પણ સાઈબર હુમલાની તપાસ કરી રહ્યા છે.


AIIMS દિલ્હીએ સૌપ્રથમ 23 નવેમ્બરે તેના સર્વરમાં ખામીની જાણ કરી હતી. સર્વરને જાળવવા માટે પોસ્ટ કરાયેલા બે વિશ્લેષકોને પણ કથિત સાયબર સુરક્ષા ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AIIMSના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈ-હોસ્પિટલ ડેટા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. સેવાઓ ફરીથી શરૂ થાય  તે પહેલા નેટવર્કને સાફ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ સેવાઓ માટે ડેટાના જથ્થા અને મોટી સંખ્યામાં સર્વર/કોમ્પ્યુટરને કારણે પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે. સાયબર સુરક્ષા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.


આ મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે AIIMS દિલ્હીમાં કોમ્પ્યુટર સિસ્ટમ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ફોરેન્સિક લેબ (CFSL) ની એક ટીમને માલવેર હુમલાના સ્ત્રોતને ઓળખવા માટે AIIMS દિલ્હીના સર્વરની તપાસ કરવા માટે કામે લગાડવામાં આવી છે.


PM Kisan Yojana: લાભાર્થીની યાદીમાં આવો મેસેજ દેખાય છે, તો PM કિસાન યોજનાનો 13મો હપ્તો ભૂલી જાવ


PM કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે. જો તમે આ યોજના હેઠળ લાભાર્થી છો, તો તમારે તરત જ તમારી સ્થિતિ ( PM Kisan Yojana beneficiary status) તપાસવી જોઈએ. અન્યથા તમારો 13મો હપ્તો બંધ થઈ શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 4 મહિનાના અંતરાલમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.


અત્યાર સુધી PM કિસાન યોજના હેઠળ 12મો હપ્તો જારી કરવામાં આવ્યો છે અને 13મો હપ્તો (13th Installment Of PM kisan Yojana)ની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન સરકાર દ્વારા યાદીમાંથી ઘણા નામો હટાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તમને પણ યોજનાનો હપ્તો આપવામાં આવશે કે નહીં તે અંગે શંકા છે, તો તમે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તપાસ કરી શકો છો