દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ સ્થિતિમાં દેશમાં વધતા જતાં કોરોનાના સંક્રમણ સાથે રેમેડેસિવરની ડિમાન્ડ પણ વધી છે. રેમડેસિવિર ઇંજેકશન માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે રેમડેસિવર મુદે AIIMSના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ  મહત્વનું નિવેદન આપ્યું છે


AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું?


AIIMSના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ રેમડેસિવિરની વધતી જતી ડિમાન્ડને જોતા ઇંજેકશન મુદ્દે એક સ્પષ્ટતા કરી છે. AIIMSના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, રેમડેસિવિર ઇંજેકશન એક ઇમરજન્સી ડ્ગ્સ છે. તેને માત્ર  ઇમરજન્સી ડ્રગ્સના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. લોકોએ અહીં એ સમજનાની જરૂર છે કે, તે મૃત્યુદર ઓછો નથી કરતી. આ દવા માત્ર હોસ્પિટલમાં એડમિટ ગંભીર દર્દી માટે જ છે.


કોરોનાના વધતાં જતાં સંક્રમણ સામે હાલ સાધન સામગ્રી ઓછા પડી રહ્યાં છે. એક બાજું બેડની કમી છે તો બીજી તરફ ઓક્સિજન અને આટલું ઓછું હોય ત્યાં રેમડેસિવર ઇંજેક્શન માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. આ મામલે સ્પષ્ટતા કરતા AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે, ઇંજેકશનનો સંગ્રહ કરવાનો કોઇ અર્થ નથી. આ ઇંજેકશન કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત લોકોમા માટે જ ઉપયોગી છે.


દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં આજે પીએમ મોદી દેશના ડોક્ટર સાથે સંવાદ કરશે.