નવી દિલ્હીઃ  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) મોટો નિર્ણય લેતા રાજ્યમાં આજે રાત્ર 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન (Delhi Lockdown) લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વીકેંડ લોકડાઉન જેવા પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું લોકડાઉનથી કોરોના નથી જતો. માત્ર સ્પીડ પર બ્રેક લાગે છે. દિલ્હીની હેલ્થ સિસ્ટમ વધારે દર્દી લઈ શખે તેમ નથી તેથી લોકડાઉન જરૂરી છે.


દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ શરાબની દુકાનો બહાર લોકોએ લાઈનો લગાવી હતી. દિલ્હીના ગોલ માર્કેટ, ખાન માર્કેટ સહિત અનેક જગ્યાએ આવેલી શરાબની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા લાઈનો લગાવી હતી. અમુક જગ્યાએ ભીડને નિયંત્રિત કરવા પોલીસ પણ બોલાવવી પડી હતી.



કેજરીવાલે લોકડાઉનની જાહેરાત દરમિયાન કહ્યું, રાજ્યમાં રોજના 25 હજાર દર્દી આવી રહ્યા છે. બેડ પૂરતા પ્રમાણમાં નથી. ઓક્સિજન અને રેમડેસિવિરને લઈ દિલ્લી સરકારે પગલા લીધા છે. . ગઈકાલે દિલ્હીમાં 25,467 નવા કેસ આવ્યા હતા. દિલ્લીમાં સંક્રમિતોની સાથે મૃત્યુઆંક પણ સતત ઉંચે જઇ રહ્યો છે. અહીં દર ત્રીજ વ્યક્તિનો  રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. રાજધાની દિલ્લીમાં કોરોના બેકાબૂ થતાં મુખ્યમંત્રી કેજરીવાલે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.



દિલ્લીમાં કોરોનાના કુલ કેસની (Delhi Corona Cases) સંખ્યા 8,53,460 છે. જેમાંથી 74,941 પોઝિટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 12,121 લોકોના મોત થયા છે. રાજધાનીનો કુલ પોઝિટિવિટી રેટ 29.64 ટકા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 50 લાખ 61 હજાર 919


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821


કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329


કુલ મોત - 1 લાખ 78 હજાર 769


 12 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.


અમદાવાદના કયા કયા વિસ્તારોમાં મિનિ લોકડાઉન, જાણો વિગત