નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિ નાજુક છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 93 વર્ષીય પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે.

એઇમ્સ દ્વારા આજે સવારે વાજપેયીનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત અડધી કલાકમાં નવું બુલેટિન પણ જાહેર કરવામાં આવી શકે છે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ વાજયેપીની તબિયત જોવા આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ નાયબ વડાપ્રધાન તથા વાજપેયીના નિકટના સાથી લાલકૃષ્ણ અડવાણી 2 કલાકથી એઇમ્સમાં છે. બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોંચીને વાજપેયીની હાલત જાણીતી હતી. મોદી આશરે 50 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા.

25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણ દેવી હતું. વાજપેયી તેમના માતા-પિતાનું સાતમું સંતાન હતા. તેમને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો હતી.અટલજીના મોટા ભાઈઓના નામ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા.

ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત

વાજપેયીની તબિયત જોવા માટે હાલ રાજનેતાઓ મોટી સંખ્યામાં એઇમ્સ પર ઉમટી પડ્યા છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરની એક ટીમ સતત વાજપેયીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એઇમ્સ વતી બુધવારે સાંજે મેડિકલ બુલેટિન બહાર પાડીને જણાવાયું હતું કે તેમની હાલત નાજુક છે અને કોઈ સુધારો થઈ રહ્યો છે.

અટલજી જ્યારે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. કોલેજમં પણ તેમણે વાદ-વિવાદ સ્પર્ધામાં પ્રથમ ઈનામ જીત્યું હતું. ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ (હાલની લક્ષ્મીબાઈ કોલેજ)માંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સ્નાતકમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિસ્ટિંકશન મેળવ્યું હતું.

કવિ, પત્રકાર, રાજનેતાઃ દરેક રોલમાં વાજપેયીએ જમાવી ધાક

અટલ બિહારી વાજપેયી 1951થી ભારતીય રાજનીતિનો હિસ્સો બન્યા હતા. તેઓ 1955માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા. જે બાદ 1957માં સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભા સાંસદ રહ્યા. ઉપરાંત 1962 અને 1986માં રાજ્યસા સાંસદ પણ રહ્યા. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા. આ ઉપરાંત તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આમ ચાર અલગ અલગ રાજ્યોમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હોય તેવા એક માત્ર સભ્ય છે.

અટલ બિહારી વાજપેયી માસિક મેગેઝિન ‘રાષ્ટ્રધર્મ’ અને ‘પાંચજન્ય’ ઉપરાંત સમાચાર પત્રો ‘સ્વદેશ’ અને ‘વીર અર્જુન’ના સંપાદક રહ્યા છે.  વર્ષ 1999ની વાજપેયીની પાકિસ્તાન યાત્રાની તેમની પાર્ટીના જ કેટલાક નેતાઓએ આલોચના કરી હતી. તેઓ બસમાં સવાર થઈને લાહોર પહોંચ્યા હતા. વાજપેયીની આ રાજકીય સફળતાને ભારત-પાક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવતી હતી પરંતુ આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગુપચુપ અભિયાન અંતર્ગત સૈનિકોને કારગિલમાં ઘૂસણખોરી કરાવી અને તે બાદ થયેલા યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી.

આ હોટ એક્ટ્રેસના ફેન હતા અટલ બિહારી વાજપેયી, એક જ ફિલ્મ 25 વખત જોઈ

ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે અને 2009થી તેઓ વ્હીલચેર પર છે. થોડા સમય પહેલા ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.