હૈદરબાદના પ્રસિદ્ધ લાલ દરવાજા મંદિરના મુખ્ય પૂજારી કોરોના સંક્રમિત થયા છે. ઇલાજ માટે હોસ્પિટલના ધક્કા ખાઇ રહ્યાં હતા પરંતુ કોઇ મદદ ન હતી મળી રહી


ભારતમાં કોરોનાના વાયરસે કોહરામ મચાવ્યો છે. વધતા આંકડા ભય ફેલાવી રહ્યાં છે. વધતા કેસના કારણે સ્થિતિ કરૂણ બની ગઇ છે.. હાલ 24 લાખથી વધુ એક્ટિવ કેસ છે. જેના કારણે મોટા ભાગના રાજ્યામાં બેડ ખૂટી પડ્યાં છે. વેન્ટીલેટરની કમી છે. આવી જ સ્થિતિ હૈદરાબાદની પણ છે. અહીં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં છે. આ સ્થિતિમાં  પ્રસિદ્ધ લાલ દરવાજા મંદિરના પૂજારીની તબિયત કોરોના કારણે ખરાબ થઇ ગઇ. તેમના હોસ્પિટલમાં બેડ ન હતો મળી રહ્યો આ સ્થિતિમાં AIMIMના પ્રમુખ અસરૂદ્દદ્દીન  ઓવેસી મદદ માટે આગળ આવ્યાં.


તેમણે જણાવ્યું કે, હૈદરાબાદની પ્રસિદ્ધ લાલ દરવાજા મંદિંરના પૂજારી કોરોના સંક્રમિત થયાં તેમની તબિયત અચાનક વધુ ખરાબ થઇ ગઇ. તે હોસ્પિટલના ધક્કા ખાઇ રહ્યાં હતા પરંતુ વેન્ટીલેટર અને બેડની કમીના કારણે તેમને કોઇપણ હોસ્પિટલમાં જગ્યા ન હતી મળી રહી. આ સ્થિતિમાં ઓક્સિજન લેવલ ડાઉન થતાં તેમની હાલત ગંભીર થઇ રહી હતી. આ વાતની જાણકારી શહેરના સાસંદ ઓવૈસીને મળી. તેઓ તાબડતોબ તેમની મદદ માટે પહોંચી ગયા. તેમણે તેમની પાર્ટી દ્રારા સંચાલિત અસરા હોસ્પિટલમાં પૂજારીને દાખલ કારવ્યાં.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,93,279 લોકો ઠીક પણ થયા છે. 


સતત નવમાં દિવસે બે લાખથી વધુ કેસ


દેશમાં સતત નવમાં દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 24 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.