નવી દિલ્હીઃ સુન્ની વકફ બોર્ડે મંગળવારે અયોધ્યા મામલામાં  સુપ્રીમ કોર્ટમા રિવ્યૂ પિટિશન દાખલ નહી કરવાનો નિર્ણય લીધો હતો. તેના એક દિવસ બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) કહ્યું કે તે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારતા કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે. એઆઇએમપીએલબીએ કહ્યું કે, પોતાના  બંધારણીય અધિકારનો ઉપયોગ કરતા  ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમે બાબરી મસ્જિદ કેસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવા જઇ રહ્યા છીએ. સુન્ની વકફ બોર્ડે અરજી દાખલ નહી કરવાના નિર્ણયની કાયદાકીય રીતે કોઇ અસર થશે નહીં.


આ અગાઉ સુન્ની વકફ બોર્ડે કહ્યું હતું કે, તે રિવ્યૂ પિટિશન કરશે નહીં. કોર્ટ દ્ધારા મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાના  આદેશ પર બોર્ડે  કહ્યુ હતુ કે,  આ મુદ્દા પર વધુ એક બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ ભાજરે સુન્ની વકફ બોર્ડ દ્ધારા રિવ્યૂ પિટિશન નહી કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ભાજપ નેતા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે, હું અયોધ્યા મામલામાં સુન્ની વકફ બોર્ડના નિર્ણયનુ સ્વાગત કરુ છું. આ રાષ્ટ્રહિતમાં છે અને  તેનો ઉદ્દેશ્ય દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ બનાવી રાખવાનું છે.