મુંબઈઃ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદથી રાજીનામું આપ્યા બાદ અજિત પવાર બુધવારે પ્રથમ વખત મીડિયાની સામે આવ્યા હતા. ધારાસભ્યોના શપથ  બાદ અજિત પવારે કહ્યું કે, હું એનસીપીમાં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાં કાઢી મુક્યાની લેખીત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું.


અજિત પવારે કહ્યું, નવી સરકારમાં મારી ભૂમિકા પાર્ટી નક્કી કરશે. તેમણે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય મેં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્યો. ત્યાર બાદ હું મેં મારી પાર્ટી નેતાઓ સાથે વાત કરી હતી.


આ પહેલા અજિત પવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં શપથ ગ્રહણ સમારોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે હસતા હસતા ત્યાં બધાને ચોંકાવી દીધા જ્યારે તે પિતરાઈ બહેન સુપ્રિયા સુલેએ તેમનું સ્વાગત કર્યું અને ત્યાર બાદ તેણે તેને ગળે લગાવી લીધા.

સુપ્રિયા સુલેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ ઉષ્માભર્યું હાથ જોડીને સ્વાગત કર્યું અને જ્યારથી હસતા હું આગળ વધતા તેના ખભ્બા પર હાથ રાખીને તેની સાથે વાત કરી. સુપ્રિયાએ પૂર્વ સ્પીકર અને ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઉ બાગડે અને અન્ય નેતાઓનું ઉષ્માભર્યે સ્વાગત કર્યું. જેના કારણે છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહેલ તણાવપૂર્વ વાતાવરણ થોડું હળવું થયું હતું.