ધનોઆએ મીડિયા સાથની વાતચીતમાં કહ્યું કે, વાયુસેનાનું કામ ટાર્ગેટને હિટ કરવાનું છે, અમે તે કર્યુ. તેમાં કેટલા આતંકી માર્યા ગયા, એ ગણવાનું કામ અમારુ નથી.
ધનોઆએ પ્રેસમાં કહ્યું કે, વાયુસેનાને માત્ર ટાર્ગેટ મળે છે, જેને અમારે હિટ કરવાનો હોય છે. અમે તમને એ નથી બતાવી શકતા કે અંદર કેટલા લોકો હાજર હતાં. ધનોઆએ એ પણ કહ્યું કે, અમે જંગલમાં બૉમ્બમારો કર્યો છે તો પાકિસ્તાને રિસ્પૉન્સ કેમ કર્યો.