ચીન સાથે તણાવ વચ્ચે લદ્દાખમાં એરફોર્સનું એમઆઈ-17 હેલિકોપ્ટર તૂટી પડ્યું ? જાણો શું છે હકીકત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2020 10:12 AM (IST)
સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને હેલિકોપ્ટર ક્રેશ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે એલએસી પર ચાલી રહેલ તણાવની વચ્ચે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે લદ્દાખમાં ભારતીય વાયુસેનાનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દાવાની સાથે લોકો એક ક્રેશ થયેલ હેલીકોપ્ટરની તસવીર પણ શેર કરી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર Mubasher Lucman સહિત અનેક પાકિસ્તાની ટ્વિટર યૂઝર્સે તસવીર શેર કરીને દાવો ક્રયો છે કે લદ્દાખમાં ભારતનું MI-17 હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. જ્યારે Irmak Idoya નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ તસવીર આ જ દાવા સાથે શેર કરવામાં આવી છે. જોકે આ મામલે ભારત સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીય વાયુસેનાનું કોઈપણ હેલીકોપ્ટર ક્રેશ થયું નથી. ભારક સરકાર તરફથી સૂચના અને પ્રસારણ મંત્રાલયના યૂનિટ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો કહ્યું કે, આ વાયરસલ મેસેજ ફેક છે. પીઆઈબી ફેક્ટ ચેકેએ ટ્વિટર હેન્ડલથી લખ્યું ખે, વાયરલ તસવીર 2018ની છે જે ઉત્તરાખંડમાં કેદારનાથ પાશે ક્રેશ થયેલ હેલીકોપ્ટરની છે. હાલમાં લદ્દાખમાં આવી કોઈ જ ઘટના ઘટી નથી.