નવી દિલ્હીઃ દિલ્હીથી જયપુર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આગ લાગી ગઇ હતી. ત્યારબાદ દિલ્હીમાં જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ મુસાફરોને ઇમરજન્સી ગેટ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. રિપોર્ટ અનુસાર, વિમાનના લેન્ડિંગ ગિયરમાં કાંઇક ખામી હતી. વિમાન દિલ્હી એરપોર્ટના ટી-3 ટર્મિનલથી ઉડાણ ભરી હતી. કેટલીક  મિનિટોમાં બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. ત્યારબાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. સીઆઇએસએફએ એક નિવેદન જાહેર કર્યું હતું કે રાત્રે આઠ વાગ્યાને 21 મિનિટ પર તેમને સૂચના મળી હતી કે ફ્લાઇટ નંબર-9643 (દિલ્હી-જયપુર) માટે ઇમરજન્સી જાહેર કરાઇ હતી. વિમાને રાત્રે આઠ વાગ્યાને 13 મિનિટ પર ઉડાણ ભરી હતી. એરપોર્ટના અધિકારીઓએ ખૂબ મહેનત બાદ વિમાનનું લેન્ડિગ કરાવ્યું હતું. ઘટના બાદ એરપોર્ટના એન્જિનિયરો વિમાનની તપાસ કરી રહ્યા છે. વિમાનમાં સવાર તમામ 59 લોકો સુરક્ષિત છે. એરપોર્ટ તરફથી જાહેર સતાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે. વિમાનના લેન્ડિંગ ગિયરમાં કેટલીક ટેકનિકલ  ખામી હોવાના કારણે સમસ્યા આવી હતી.