પૂણે: પૂણે એરપોર્ટ પર શનિવારે સવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ. એર એન્ડિયાનું એક વિમાન ઉડાન ભરી રહ્યું હતું અને તે સમયે અચાનક એક વ્યક્તિ જીપ લઈને રનવે પર આવી ગયો હતો. જેના બાદ તત્કાલ પાયલટે સુઝ દાખવીને નક્કી કરેલી જગ્યા પહેલા જ ટેકઓફ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન વિમાનનો નીચેનો એક ભાગ ફ્યૂઅલ ટેન્ક ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ડીજીસીએના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.


અધિકારીએ જણાવ્યું કે, જ્યારે એર ઈન્ડિયાનું A 321 વિમાન શનિવારે સવારે પૂણે એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ઉડાન દરમિયાન વિમાનના પાયલટે એક વ્યક્તિને રનવે પર જીપ સાથે આવતા જોયો હતો, તેની ટક્કરથી બચવા માટે વિમાનને જલ્દી ટેફઓફ કરી દીધું હતું. જો કે આ ઘટના બાદ પણ વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું. વિમાનને ઈમરજન્સી લેન્ડ કરવાની જરૂર પડી નહોતી.

તેમણે કહ્યું કે, એર ઈન્ડિયાને કોકપિટ વોઈસ રેકોર્ડરને તેનું વિશ્લેષણ કરવા માટે સુરક્ષીત બહાર કાઢી લેવા કહેવામાં આવ્યું છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું છે કે, તપાસ માટે પ્લેનને તત્કાલ સર્વિસમાંથી બહાર રાખવામાં આવ્યું છે.