મુંબઈ: પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકેલા આક્રોશ વચ્ચે શનીવારે દેશના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શનીવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર ફોન કરી ધમકી આપવામાં આવી હતી  કે, ભારતીય કરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરવામાં આવશે.  ફોન કરનારા લોકોનું કહેવું છે કે, પ્લેન હાઈઝેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે. ધમકી ભર્યા ફોન બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.


એર ઈન્ડિયા એરપોર્ટ કન્ટ્રોલ સેન્ટરને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ હાઈઝેક કરી તેને પાકિસ્તાન લઈ જવામાં આવશે. પુલવામા હુમલા બાદથી જ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનીવારે ધમકીનો ફોન આવ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ તમામ એરપોર્ટ અને એરલાયન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.