નવી દિહીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે સાંસદે કહ્યું કે, ભારતીય એરલાઇન એર ઇન્ડિયાના ખાનગીકરણ નહી કરવામાં આવે તો તેને બંધ કરવી પડશે. ભારતના ગૃહ અને નાણામંત્રીઓ સહિત અધિકારીઓના એક જૂથે નુકસાનમાં ચાલી રહેલી  એરઇન્ડિયા માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓને બોલી લગાવવા માટે આમંત્રિત કરવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. કંપની પાસે ભારત અને દુનિયાભરમાં આકર્ષક લેન્ડિંગ સ્લોટ છે પરંતુ વર્ષોથી આ ભંડોળ પર બોજ છે.


હરદીપસિંહ પુરીએ કહ્યું કે, અધિકારીઓ હજુ સુધી કેટલીક બાબતો વિચાર વિમર્શ કરી રહ્યા છે. એકવાર અંતિમ રૂપ અપાયા બાદ સરકારે તેને  ખરીદવાની ઇચ્છા રાખનારી કંપનીઓને આમંત્રિત કરશે. ભારત સરકાર કંપનીને વેચવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા વર્ષે સરકાર એર ઇન્ડિયા હરાજીકર્તાઓને આકર્ષિત કરવામા અસફળ રહી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સ્વીકાર કર્યો કે આર્થિક વૃદ્ધિ થોડી ધીમી હોઇ શકે છે પરંતુ તેમણે આર્થિક મંદી હોવાનો ઇનકાર કરી દીધો હતો