મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હાલ મુંબઈના વાય બી ચવ્હાણ સેન્ટરમાં એનસીપી, શિવસેનાની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપી ચીફ શરદ પવાર અને અજીત પવાર પણઉપસ્થિત છે.

બેઠકમાં નવી સરકારમાં મંત્રીઓની સંખ્યા, મંત્રીઓના નામ પર ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળમાં શિવસેનાના મુખ્યમંત્રી ઉપરાંત 15 સભ્યો, એનસીપીના ડેપ્યુટી સીએમ  અને 13 અન્ય મંત્રી તથા કોંગ્રેસના વિધાનસભા સ્પીકર અને 13 મંત્રીઓ હોઈ શકે છે.


કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ ઉપરાંત અન્ય લોકો પણ શપથ ગ્રહણ કરશે. આ એક ભવ્ય સમારંભ થશે.

અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM…..

મહારાષ્ટ્ર મુદ્દે જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું, પ્રધાનમંત્રી.......

WIvAFG: વિશ્વના સૌથી વજનદાર ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાડેજા-અશ્વિનને રાખ્યા પાછળ

અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતું