નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત દેશમાં કેટલાય રાજ્યોમાં હવાની ગુણવત્તા ખરાબ થઇ રહી છે. આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ -એનજીટીએ તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સ્ત્રોતોથી થનારા વાયુ પ્રદુષણને નિયંત્રણમાં કરવાની પહેલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

પ્રદુષણને લઇને વધુ ચિંતાની વાત એ પણ છે, કેમકે દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. જાણો અત્યાર સુધી કયા કયા રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

એનજીટીએ આજે શું આપ્યો આદેશ
એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં આજે અડધી રાત્રથી 30 નવેમ્બર સુધી તમામ ફટાકડાંના વેચાણ અને ફટાકડા ફોડવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલાથી જ ફટાકડાં પર બેનની જાહેરાત કરી દીધી હતી. અત્યાર સુધી દિલ્હી સહિત અડધા રાજ્યોએ ખુદ જ ફટાકડાં પર બેન લગાવી દીધો છે.

આ રાજ્યો છે....
દિલ્હી
હરિયાણા
કર્ણાટકા
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
ઓડિશા

એનસીઆરમાં ક્યા ક્યાં ફટાકડા પર લાગ્યો પ્રતિબંધ...
દિલ્હી
ગુરુગ્રામ
નોઇડા
ગાઝિયાબાદ
ફરિદાબાદ