નવી દિલ્હીઃ કોરોનાના વધતા પ્રાભાવને ઘટાડવા તંત્ર શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. કોરોનાન અટકાવવા હવે DGCA એ પણ કડક વલણ અપનાવ્યું છે. જો એરપોર્ટ પર કોઈ વ્યક્તિ કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાશે તો દંડ કરાશે.
નાગરિક ઉડ્ડયન નિયામકે કહ્યું, કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતા જો કોઈ યાત્રી પકડાશે તો સ્થળ પર જ દંડ લેવાશે. કેટલાક એરપોર્ટ પર કોરોનાના નિયમોનું કડક પાલન થઈ ન રહ્યું હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. ડીજીસીએ પણ એરલાઈન્સને યાત્રીઓ એરપોર્ટ પર ફેસ માસ્ક યોગ્ય રીતે પહેરે અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરે તે જોવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર કોરોના પર કાબુ મેળવવા શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 56,211 નવા કેસ અને 271 લોકોના મોત થયા છે. જ્યારે 37,028 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,95,855 થયા છે. જ્યારે 1,13,93,021 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,40,720 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,114 છે. દેશમાં કુલ 6,11,13,354 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક
મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Cases) બેકાબૂ થઈ ગયો છે અને રાજ્યમાં દરરોજ 30-40 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. રાજયમાં સોમવારે પણ કોરોનાના રેકોર્ડ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતાં હવે સંપૂર્ણ લોકડાઉનની (Lockdown) તૈયારી શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. કોરોનાના નધતા કેસોના કારણે ઉધ્ધવ સરરકારની ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની (Maharashtra Lockdown Update)ભલામણ કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે કરી દીધી છે. આ ભલામણના પગલે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 31,643 નવા કેસ સામે આવ્યા હતા અને 102 લોકોના મોત થયા હતા. આ પહેલા રવિવારે કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા.