નવી દિલ્હી: ગાઝિયાબાદના મસૂરી થાણા વિસ્તારમાં ડાસનામાં ગુરુવારે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર એરફોર્સના એક જેટ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વિમાનને જોવા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

ટેકનીકલ ખામીના કારણે એરક્રાફ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એક્સપ્રેસ વે પર વિમાનનું લેન્ડિંગ કરાવતી વખતે વિમાનનું આગળનું પૈડુ વળી ગયું હતુ અને લેફ્ટ વિંગને પણ નુકસાન થયું હતું. ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં બે પાયલટ સવાર હતા, જો કે તેઓ સુરક્ષિત છે.