નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાર્ડ ઑફ ઓનર આપનાર વિંગ કમાંડર પુજા ઠાકુરને એયરફોર્સે કાયમી કમીશન આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલાને લઈને પુજા ઠાકુર કોર્ટ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, કાયમી કમીશનનો મતલબ એવો છે કે રિટાયર થયા સુધી સેવા ચાલુ રાખવી.


પુજા ઠાકુરે કોર્ટમાં એયરફોર્સના આ નિર્ણયને ભેદભાવ પૂર્ણ, પક્ષપાતપૂર્ણ અને મનમાની બતાવ્યો છે. પીએમ મોદીએ સશસ્ત્ર સેના દળમાં મહિલાઓને સશક્ત કરવાની વાત કહી હતી. બીજી બાજુ રક્ષા મંત્રીએ પણ આર્મીમાં મહિલાઓને મોટી ભૂમિકા આપવા કહ્યું હતું. એવામાં વાયુસેનાના આ સાહસને મહિલાઓ વિરૂદ્ધ માનવામાં આવી રહ્યું છે.

ભારતીય વાયુસેનાની વિંગ કમાંડર પુજા ઠાકુરે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત સમારોહ વખતે ગાર્ડ ઑફ ઑનરની આગેવાની કરી ઈતિહાસ રચ્યો હતો. તે રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ રાજકીય મહેમાનને આપવામાં આવેલ ગાર્ડ ઑફ ઑનરનું નેતૃત્વ કરનાર પહેલી મહિલા અધિકારી બની હતી.