નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડૉભાલે મંગળવારે શ્રીનગરના રાજભવનમાં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્પાલ મલિક સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ અને અજીત ડોભાલે જમ્મુ કાશ્મીરમાં બહાર અને આંતરિક સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરી હતી. અજીત ડોભાલની આ મુલાકાત ખૂબજ ખાસ માનવામાં આવી રહી છે.


અજીત ડોભાલ સોમવારે જ કાશ્મીર માટે રવાના થઈ ગયા હતા. તેઓ પહોંચે તે પહેલા જ વધ આઠ હજાર જવાનોને જમ્મુ કાશ્મીરમાં મોકલા આદેશ અપાયો હતો. સુરક્ષા વ્યવસ્થા અને આગળી સ્થિતિ પર નજર રાખવા માટે અજીત ડોભાલ શ્રીનગરમાં છે.


બીજી તરફ જમ્મું કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ થયા બાદ પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે. ફવાદ ચૌધરીએ ટ્વિટ કરતા લખ્યું, અમારા પર યુદ્ધને થોપવામાં આવશે. તો અમે પણ જવાબ આપવા માટે તૈયાર રહેવાના છીએ. કારણ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે શિમલા સમજૂતી હેઠળ બંને દેશો કાશ્મીર મુદ્દે પરસ્પર વાતચીતથી જ કરી શકે છે.