જમ્મુ-કાશ્મીર: કલમ 370 હટાવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ફફડાટ, ઈમરાનના મંત્રીએ આપી યુદ્ધની ધમકી
abpasmita.in | 06 Aug 2019 04:59 PM (IST)
જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કરી. જેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કરી. જેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે. ફવાદ ચૌધરીએ ટ્વિટ કરતા લખ્યું, અમારા પર યુદ્ધને થોપવામાં આવશે. તો અમે પણ જવાબ આપવા માટે તૈયાર રહેવાના છીએ. કારણકે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે શિમલા સમજૂતી હેઠળ બંને દેશો કાશ્મીર મુદ્દે પરસ્પર વાતચીતથી જ કરી શકે છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ને બદલવાના પ્રસ્તાવ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. જેને લઈને પાકિસ્તાનની સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓમાં ફફટાડ છે. ફવાદ ચૌધરીએ કહ્યુ, ભારત કાશ્મીરનાં નિર્દોષ લોકો પર અત્યાચાર અને બર્બરતા કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહીમાં પડ્યા વગર ભારતને જવાબ આપવો જોઈએ. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવતા પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર ઈમરજન્સી બેઠક બોલાવી રહી છે.