મહારાષ્ટ્ર: મંત્રીઓના વિભાગોની ફાળવણીને લઈને કૉંગ્રેસ-NCP વચ્ચે પેચ ફસાયો
abpasmita.in | 03 Jan 2020 04:27 PM (IST)
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણીને લઈને પેચ ફસાયો છે. મંત્રાલયો નક્કી થઈ ગયા છે છતાં વિભાગોની ફાળવણી થઈ શકી નથી.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણીને લઈને પેચ ફસાયો છે. મંત્રાલયો નક્કી થઈ ગયા છે છતાં વિભાગોની ફાળવણી થઈ શકી નથી. અશોક ચૌહાણે મીટિંગમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કૉંગ્રેસને બે મંત્રાલય કૃષિ અને ગ્રામ વિકાસ આપવાની માંગ કરી. જેના પર અજીત પવારે પૃથ્વીરાજ ચૌહાણના નામનો ઉલ્લેખ કર્યો. તેમનું નામ સાંભળતા જ અશોક ચૌહાણ નારાજ થયા. અશોક ચૌહાણ અને અજીત પવાર વચ્ચે સામાન્ય તકરાર થઈ હતી. અજીત પવારે અશોક ચૌહાણને કહ્યું તમે લોકો બહાર જઈને નક્કી કરો તમારા નેતા કોણ છે. જેનું નામ તમે આપશો અમે તેની સાથે વાત કરશું. અજીત પવારની આ વાત સાંભળી અશોક ચૌહાણ ગુસ્સામાં નીકળી ગયા હતા. કોંગ્રેસ કૃષિ, ઉદ્યોગ અને પરિવહન મંત્રાલયની માંગ કરીને આ કેસ ફસાવી દીધો છે. વિભાગોની ફાળવણી પર માથાકુટ હજી સુધી અટકી નહોતી ત્યાં કોંગ્રેસે જુદા જુદા જિલ્લાઓના બનાવેલા પ્રભારી મંત્રીઓને લઈને પોતાની માંગણીઓ રજુ કરીને મામલો ગુંચવી દીધો છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે દાવો કર્યો હતો કે, શિવસેના, કોંગ્રેસ, એનસીપી નેતાઓની બેઠક થઈ હતી, જેમાં જીલ્લા પ્રભારી મંત્રીઓ અને વિભાગોની ફાળવણીને લઈને ચર્ચા થઈ હતી. અમે 95 ટકા મુદાઓ પર એકમત છીએ અને અમે મુખયમંત્રી ઉપર નિર્ણય છોડ્યો છે.