કારણ કે ગઈકાલ સુધી અજિત પવાર શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના હતા. ત્યાં સુધી કે અજિત પવાર ત્રણેય પાર્ટીઓની બેઠકમાં પણ સામેલ થયા હતા. પરંતુ રાત્રે 12-30 કલાકે એક પત્રએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉલટફેર કરી દીધો.
કેટલાક મીડિયા અહેવાલ અનુસાર, ત્રણ પક્ષની બેઠક બાદ ભારતીય રાજનીતિમાં સૌતી મોટો ઉલટફેર એક પત્ર દ્વારા રચવામાં આવ્યો. રાત્રે સાડા બાર કલાકે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
ત્યાર બાદ રાજ્યપાલે રાત્રે જ કેન્દ્રને સરકાર બનાવવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિ શાશન હટાવવા અને શપથ લેવાનો સમય સવારે સાત કલાક નક્કી થયો બાદમાં સવાર થતા જ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે જ સવારે દેવેન્દ્ર ફડણવીસને સીણ પદના શપથ અપાવ્યા. જ્યારે અજિત પવારને ડેપ્યૂટી સીએમના શપથ લીધા.
જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારે રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. એવું પણ કહેવાય છે કે, આ રાજનીકિત ઉલટફેરમાં પ્રફુલ્લ પટેલે મોટી ભૂમિકા ભજવી છે. જોકે, તેમના તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. કહેવાય ચે કે, અજિત પવાર જુથેના ધારાસભ્યોએ તેમને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. જ્યારે અજિત પવારનું કહેવું છે કે, તેમણે શરદ પવારને પહેલા જ બધું જણાવી દીધુ હતું.
જ્યારે એનસીપી નેતા નવાબ મલિકે એવો પણ આરોપ લગાવ્યો કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોનો પત્રનો અજિત પવારો ખોટો રીતે ઉપયોગ કર્યો. તેમમે ખોટી રીતે ધારાસભ્ય દળના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે.