નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર બની ગઈ છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરી મુખ્યમંત્રી પદના શપધ લીધા તો એનસીપીના નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. સૂત્રો અનુસાર ભાજપને અજિત પવારની સાથે એનસીપીના 30 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.

બીજી બાજુ કહેવાઈ રહ્યું છે કે, શિવસેનાના કેટલાક ધારાસભ્યોનું પણ સમર્થન છે. જોકે, હાલમાં ધારાસભ્યોના સમર્થનની સ્થિતિ સ્પષ્ટ નથી. જણાવીએ કે, 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે થયેલ ચુંટણીમાં ભાજપના 105, શિવસેનાના 56, એનસીપી 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે.

જણાવીએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હોય છે. એવામાં જો એનસીપીના 30 ધારાસભ્ય ભાજપની સાથે આવે તો ભાજપની સાથે મળીને બન્નેની સંખ્યા 135 થઈ જશે. જોકે કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પહેલાથી જ ભાજપને મળી ગયું છે. સાથે જ હવે શિવસેનાના કેટલાક ધારાસભ્ય પણ તૂટવાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવામાં હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને મળીને ફ્લોટ ટેસ્ટ પાસ કરવાનો રહેશે, જેના માટે 145ના આંકડાની જરૂર પડશે.