મુંબઈ: NCP નેતા શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાતોરાત ભાજપને સાથ આપતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અજીત પવાર રાતોરાત ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. જોકે હજી પણ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ દ્વારા અજીત પવારને મનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે પરંતુ અજીત પવાર પોતાના સ્ટેન્ડ પર યથાવત્ છે.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજીત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે પૂરી નિષ્ઠા સાથે કામ કરીશું.

ત્યારે આ ટ્વિટનો જવાબ આપતાં અજીત પાવરે કહ્યું હતું કે, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ખુબ ખુબ ધન્યવાદ. અમે એક સ્થિર સરકાર સુનિશ્ચિત કરીશું કે જે મહારાષ્ટ્રના લોકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામ કરે.