અજીત પવાર આજે શપથ લેશે કે નહી ? જાણો શું આપ્યું નિવેદન
abpasmita.in | 28 Nov 2019 04:11 PM (IST)
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેનો આ શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે.
મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેનો આ શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. અજીત પવાર આજે શપથ લેશે કે નહી તેને લઈને સસ્પેન્સ યથાવત છે. અજીત પવારે કહ્યું છે કે, તેઓ આજે શપથ લેવાના નથી. ઉદ્ધવ ઠાકરે સિવાય આજે ત્રણેય પાર્ટીના 2-2 મંત્રીઓ શપથ લેશે. એનસીપીમાંથી જયંત પાટિલ, છગન ભુજબળ, કોંગ્રેસમાંથી બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત અને શિવસેનામાંથી એકનાથ શિંદે શપથ લેશે. નોંધનીય છે કે, એનસીપીને ડેપ્યૂટી સીએમ અને કોંગ્રેસને વિધાનસભા સ્પીકરનું પદ મળ્યું છે. જયંત પાટિલે કહ્યું કે અજીત પવાર ડેપ્યૂટી સીએમ બનશે કે નહીં તે અંગેનો નિર્ણય એનસીપી ચીફ શરદ પવાર કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આજે માત્ર હું અને છગન ભુજબળ જ શપથ ગ્રહણ કરશું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે કહ્યું, આ સરકાર 5 વર્ષ સુધી ચાલશે અને જે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે તે હિસાબે ચાલશે. તેઓએ સાથે દાવો કર્યો કે અલગ-અલગ વિચારધારાઓ હોવા છતા કોઈ જ પરેશાની નહીં થાય.