મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેનો આ શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જિ સહિતના મોટા નેતાઓને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.


ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને એમએનએસ ચીફ રાજ ઠાકરે પણ ભાઈના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. રાજ ઠાકરેએ થોડા વર્ષો પહેલાં શિવસેનાથી અલગ થઈ તેમની અલગ પાર્ટી બનાવી છે.


શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમના શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. શપથગ્રહણ સમારોહને લઈને શિવેસેના પોતાના મુખપત્ર સામનામાં આજે લખ્યું છે આજે નવો સૂર્યોદય થયો છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહી આજે સમગ્ર દેશમાં 15 ઓગસ્ટ 1947 એટલે કે આઝાદી દિવસ જેવો જશ્ન જોવા મળી રહ્યો છે.