અજીત પવારે શપથ લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ માટે પાર્ટીએ બીજેપીની સાથે ગઠબંધન કર્યું છે. તેમણે કહ્યું કે, પરિણામ આવ્યા બાદ પણ કોઈ પાર્ટી સરકાર બનાવી શકતી નહોતી. મહારાષ્ટ્ર ખેડૂતોની સમસ્યાઓ સહિત ઘણાં પ્રશ્નોનો સામનો કરી રહ્યું હતું. આ કારણે સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાને ખીચડી સરકાર મંજૂર નથી. અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો પરંતુ શિવસેનાએ બીજી રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું.