નવી દિલ્લી: પીઓકેમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદનબાજી ચાલુ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એંટનીએ કહ્યું કે, તે મનોહર પર્રિકરના તે નિવેદનથી દુ:ખી છે, જેમાં તેમને કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક 30 વર્ષોથી કુંઠા અને બોજ છે. તેમને ગુરુવારે કહ્યું કે, સંરક્ષણ મંત્રીના નિવેદન પર તેમને સખ્ત આપત્તિ છે. તેમને સેના અને દેશનું અપમાન કર્યું છે.
પર્રિકરે બુધવારે મુંબઈના એક કાર્યક્રમમાં કોંગ્રેસના તે દાવાને નકારી દીધો હતો કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે યૂપીએના શાસનકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.
પર્રિકરે કહ્યું કે, છેલ્લા 30 વર્ષોમાં ત્રણ યુદ્ધ અને આતંકવાદ જેવા ગેરપરંપરાગત હુમલા થયા છે. સમાજની સાથે સાથે સેનાના સાડા 13 લાખ જવાનોમાં એક હતાશા હતી. તેમને આગળ કહ્યું કે, આ 30 વર્ષોની પરંપરા હતી જે 29 સપ્ટેબરે પુરી થઈ હતી. અને તેના કારણે લોકોએ તેના પર ખુશી મનાવી હતી.
તેમને કહ્યું કે, પહેલા સૈનાની કાર્યવાહી સફળ રહેતી નહોતી, અને કે કોવર્ટ થતી હતી. બાદમાં રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવતો હતો. એવું પહેલી વખત થયું છે કે આવી કાર્યવાહી માટે સરકારે અનુમતિ આપી હોય.