નવી દિલ્લીઃ  ત્રણ વખત તલાક, બહુ પત્નીત્વ અને યૂનિફર્મમાં સિવિલ કૉડને લઇને લૉ કમિશને જનતા પાસેથી મંતવ્યો માંગશે. લૉ કમિશને આમો લોકો માટે 16 સવાલોની પ્રશ્નાવલી જાહેર કરી છે. આ સવાલોના જવાબ 45 દિવસની અંદર આપવા પડશે. પ્રશ્નાવલીમાં હિંદુ અને મુસ્લિમ સિવાય ક્રિશ્ચનને લઇને પણ પ્રશ્ન પુછવામાં આવ્યા છે.


લૉ કમિશન દ્વારા બહાર પડવામાં આવલે પ્રશ્નો

1 ટ્રીપલ તલાકને
-રદ્દ કરી દેવામાં આવે
-પ્રથાના રૂપમાં ચાલુ રહે, પરંતુ કાયદામાં માન્યતા ના રહે
-અમુક બદલાવ સાથે તેને યથાવત રહેવા દેવામાં આવે

2 બહુ પત્નીત્વ
બેન કરી દેવામાં આવે
નિયંત્રીત કરવામાં આવે
બહુ પત્નીત્વની જેમ હિંદુઓમાં મૈત્રી કરારને બેન કરી દેવામાં આવે કે નિયંત્રિત કરી દેવામાં આવે

3 હિંદુ મહિલાઓની સંપત્તિના અધિકારને સુનિશ્ચિત કરવા માટે શુ પગલા લેવા જોઇએ?

4 તલાક માટે ક્રિશ્ચિન મહિલાઓને બે વર્ષની વેટિંગ કરવાનો સમય શુ મહિલાઓના સમાનતાના અધિકારને પ્રભાવિત કરે છે.

5 શું યૂનિફોર્મ સિવિલ કૉડ કે પર્સનલ લૉ કૉડિફાઇડ કરવાથી લેંગિક સમાનતા સુનિશ્ચિત થઇ શકે છે ખરી

6 અંતર્દેશીય અને અંતર ઘર્મ લગ્ન કરનાર દંપતીને સુરક્ષા માટે શું પગલા લેવા જોઇએ