લખનઉ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' 10 જાન્યુઆરીએ શુક્રવારે રીલીઝ થઇ છે. એવામાં જ રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ એ છપાક ફિલ્મ જોવા માટે શુક્રવારે ગોમતીનગરના મલ્ટીપ્લેક્સમાં એક શો બુક કર્યો હતો.


લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દીપિકાની ફિલ્મ 'છપાક' જોવા માટે શુક્રવારે ગોમતીનગરના મલ્ટીપ્લેક્સમાં એક શો બુક કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.

સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાનું કહેવું છે કે અખિલેશ યાદવે એસીડ એટેક પીડિતાઓ માટે સર્વાધિક કામ કર્યું છે. તેમણે ગોમતીનગરમાં એસીડ પીડીતાઓ માટે એક કેફેની શરૂઆત કરી છે. અને જ્યાં એસીડ ડ એટેક થયેલી છોકરીઓ કામ કરી રહી છે.ફિલ્મ લક્ષ્‍મી અગ્રવાલના જીવન આધારિત પર બનેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લક્ષ્‍મી અગ્રવાલનો કિરદાર નિભાવી રહી છે. ફિલ્મને મેઘના ગુલઝાર દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે.