ગૃહમંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન બહરિનનાં શાહ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે તેમજ ત્યાંના ગૃહમંત્રી રાશિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે પણ મુલાકાત કરશે. જેમાં તેઓ આતંકવાદ સામે કાર્યવાહી કરવા પર વાતચીત કરી શકે છે.
સાથે જ તેઓ દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાની ભારતની માંગ કરશે. ડિ-કંપનીની પ્રોપર્ટી લીસ્ટ પણ રાજનાથ સિંહ બહેરિનને સોંપશે. દાઉદનો કાળો કારોબાર બહેરીનમાં પણ ચાલી રહ્યો છે. જે અંગે અગાઉ 2015માં પણ ભારતે બહેરીન સરકારને માહિતી આપી હતી. અગાઉ દાઉદનો ભાઈ અનિસ ઈબ્રાહિમની બહેરીનથી ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રી જ્યારે ફરીથી બહેરીનનાં પ્રવાસે છે. ત્યારે દાઉદ પર પણ સકંજો કસવાનો પ્રયત્ન કરશે. કારણ કે, પાકિસ્તાન હાલ તેને જમાઈની જેમ સાચવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, બહરિન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોંફરેન્સનો મુખ્ય સભ્ય છે. અને પાકિસ્તાન પણ આ સમૂહમાં શામેલ છે.