વિકાસ દુબેના એન્કાઉન્ટરની આખી ઘટના બાદ યુપીના પૂર્વ સીએમ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર એક ટ્વીટ કર્યુ છે, તેમને કહ્યું કે કાર નથી પલટી પણ સરકાર પલટતા બચાવામાં આવી છે.
હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ગઇકાલે સવારે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની પાસે સતત પુછપરછ કરી હતી. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસો વિકાસ દુબે દ્વારા બહાર આવ્યા હતા. દુબેએ કહ્યું કે તે પોલીસકર્મીઓની હત્યાબાદ તેમની લાશોને સળગાવી દેવા માંગતો હતો, તેના માટે કેરોસીનની પણ વ્યવસ્થા કરી લીધી હતી. વિકાસ દુબેએ એ પણ કહ્યું કે અમને સૂચના મળી હતી કે પોલીસ સવારે આવશે પણ પોલીસ રાત્રે જ રેડ કરવા આવી ગઇ, ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી દેશે.
વિકાસ દુબેએ જણાવ્યુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર સાથે તેને ન હતી બનતી, કેટલીય વાર દેવેન્દ્ર મિશ્રએ જોઇ લેવાની ધમકી આપી હતી. વિનય તિવારીએ કહ્યું હતુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર તેની વિરુદ્ધમાં છે. વિકાસ દુબેએ કહ્યું સામેના મકાનમાં સીઓને મારવામાં આવ્યો હતો, મારા સાથીઓએ સીઓને માર્યો હતો, ઘટના બાદ બધા સાથીઓને અલગ અલગ ભાગવાનુ કહ્યું હતુ.