કેરળમાં બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે પ્રશાસને બે હજારથી વધુ રાહિત શિબિર ખોલી દીધા છે. તો પાંચ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે.


બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે તામિલનાડુમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ જરૂરી મદદ માટેનું આશ્વાસન આપ્યું છે. તો તિરુવનંતપૂરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

કેરળના સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે, રાજ્ય દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ વિશે કેન્દ્રને અવગત કરાવવામાં આવ્યા છે. આજે સવારે મેં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી. તેમણે કેન્દ્ર તરફથી તમામ મદદની રજૂઆત કરી છે. રાજ્ય દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયત્નો માટે તેમને બોલાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ચક્રવાત માટે બહાર પાડવામાં આવેલ હાઈ એલર્ટને ધ્યાનમાં રાખતા સશસ્ત્ર દળના પ્રતિનિધિઓ, તટરક્ષક, એનડીઆરએફ, જુદા જુદા વિભાગના પ્રમુખો, ડીજીપી અને મુખ્ય સચિવની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ. બેઠકમાં સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને રણનીતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

કેરળમાં શુક્રવારે બુરેવી ચક્રવાત આવાવની સાથે ભારે વરસાદની આશંકાને જોતા રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં શુક્રવારે જાહેર રજાની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં કહ્યું છે કે, વાવાઝોડુ બુરેવી ચાર ડિસેમ્બરે કેરળ સાથે ટકરાઈ શકે છે અને દક્ષિણ તમિલનાડુ અને દક્ષિણ કેરળના કિનારે રેડ એલર્ટ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.